પ્રોફેસર નવલરામ જગન્નાથ ત્રિવેદીએમ.એ(૧૮૯૩-૧૯૪૪)
પ્રોફેસર નવલરામ જગન્નાથ ત્રિવેદી એમ.એ
ભારત જયારે અંગ્રેજો નું ગુલામ હતું અને કલમ ની તાકાત થી જયારે જેના ઉપર કદી સૂર્ય અસ્ત થતો નથી તેવું કહેવાતું તેવા બ્રિટીશ સામ્રાજ્ય સાથે લડવાનું હતું ત્યારે પોતાના લખાણો થી સમાજ માં એક નીડર અને સ્વતંત્ર નિષ્પક્ષ સાહિત્યકાર અને વિવેચક તરીકે શ્રી નવલરામ જગન્નાથ ત્રિવેદી એ દેશ સેવા કરેલી . તેઓ નિયમિત રીતે વર્તમાન પત્રો અને સામયિકો માં લખતા તે વખતે લેખકો માં તખલ્લુસ રાખવાની ફેશન હતી તેઓ એ પણ ‘વૈનેતેય’ અને ‘ડાબેરી’ અને નામના બે જુદા જુદા તખલ્લુસ રાખેલા.
શ્રી નવલરામ ના પુસ્તકો
(૧) પરિહાસ
(૨) કેતકી ના પુષ્પો
(૩) કારાવાસ ની કહાની
(૪) શિક્ષણ નું રહસ્ય
(૫) સમાજ સુધારા દર્શન
(૬) માનસ શાસ્ત્ર
(૭) ગ્રામ્ય માતા
(૮) હૃદય ત્રિપુટી
(૯) જયંતી વ્યાખ્યાનો
(૧૦) બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ ભાગ-૧ અને ભાગ-૨
(૧૧) કેટલાક વિવેચનો
(૧૨) શેષ-વીવેચનો
(૧૩) કેટલાક વિવેચનો
(૧૪) નવા વિવેચનો
(૧5) અવશેષ-વીવેચનો છે ગુજરાતી સાહિત્ય ના ક્ષેત્રે તેઓ નું મુખ્ય યોગદાન એક વિવેચક તરીકે નું હતું.
"વિવેચન માટે નીડરતા ને નિખાલસતા મુખ્ય ગુણો મનાય છે. લબ્ધ પ્રતિષ્ઠિત કે પ્રતિભાશાળી લેખકો થી ડરી, તેમને ખુશ કરવાના એક માત્ર આશયથી કેટલાક વિવેચકો તેમની માત્ર પ્રશંસા જ કરે છે.આમ કરવાથી , વિવેચન નો સાચો હેતુ સરતો નથી .લેખક પોતાનું સાચું મૂલ્ય જાની શકતો નથી,અને ઉચ્ચ કોટી ના સર્જનો મળતા નથી નીડરતા,સ્પષ્ટ વક્તવ્ય અને સરળતા શ્રી નવલરામના વિવેચન ના આગળ પડતા લક્ષણો છે.કોઈ પણ પ્રકારનો ઢોંગ તેઓ કદી સાંખી શકતા ન હોવાથી સ્પસ્ટ વક્તા હતા.એકલા પડી જવાને ભોગે પણ પોતાને સત્ય લાગે તે મંતવ્ય કહેતા તે અચકાયા નથી.તેઓની યાદદાસ્ત તીવ્ર હતી .શ્રી ધૂમકેતુ એ શ્રી નવલરામભાઈના જ્ઞાનની વિપુલતા ને અંજલી આપતા એક વ્યાખ્યાન માં જણાવ્યું હતું કે "મારે જયારે જયારે કોઈ ઐતિહાસિક ઘટના સંબંધી માહિતી જોઈતી હોય કે કોઈ બાબત અંગે મને શંકા ઉદભવે ત્યારે ત્યારે નવલરામ ભાઈ પાસે હું જતો અને મને મારી જરૂરી માહિતી મળતી. મારી કૃતિઓમાં પણ મારે ચોકસાઇ રાખવી પડતી કારણકે હું જાણતો હતો કે જરા પણ હકીકત દોષ થયો તો તે જોનાર વિવેચક ગુજરાત માં છે" પ્રિન્સીપાલ જ.ગો. શાહ "તેઓની બહુ શ્રુતતા અને અપાર વાંચન ને લીધે તેઓ ગુજરાતી સાહિત્યકારોમાં જીવંત વિશ્વકોષ encyclopedia જેવા હતા"; કેતકી ના પુષ્પો નામના તેમના પુસ્તક માં મીઠા ના સત્યાગ્રહ માં વઢવાન શહેરના ફૂલચંદભાઈ વગેરે લોકો એ કેવો ફાળો ભજવ્યો હતો અને જેલ ની સજા થઇ હતી તેનું વર્ણન છે 'શ્રી નવલરામ ના લખાણો પ્રગતિશીલ ,વિચારપ્રેરક ને હાસ્યકટાક્ષયુક્ત હોય છે. એમાં રજુ કરેલું મંતવ્ય કેટલીક વખત એટલું વેધક હોય છે કે જવાબ આપનારને ઘડીભર થોભી જવું પડે .નવલરામ ને તમે એમના લાક્ષણિક હસ્યયુકત કટાક્ષશૈલી વિના કલ્પી શકોજ નહિ. નવલરામ ની વિનોદવૃત્તિ અત્યાર ની ઘણી સામાજિક માન્યતાઓમાં વિચિત્રતાઓ બતાવી હાસ્ય અને કટાક્ષ લાવવા પ્રયત્ન કર્યો છે.
શ્રી નવલરામ ની હાસ્યવૃતિ અત્યંત સાધારણ બાબત માં પણ લોકો જે વિચિત્રતા દર્શાવે છે તેને પકડી પાડેછે. શ્રી નવલરામ ની ઘા મારવાની ,કટાક્ષ કરવાની ,હસાવવાની રીત એમણે લખેલા પુસ્તક 'કેતકી ના પુષ્પો' માં આપેલ 'બહુરૂપી' જેવી છે.શ્રી નવલરામે બીજી વિશિષ્ટતા એ બતાવી છે કે હાસ્યરસ ના ઘણાખરા પ્રકારો ઉપર તેમણે હાથ અજમાવ્યો છે શ્રી નવલરામે જે વૈવિધ્યભર્યા પ્રયોગો કર્યાછે એવાજ ચાલુ રાખે તો આપણી ગુજરાતી ભાષામાં હાસ્ય સાહિત્યની સેવા થાય.' :-ધૂમકેતુ -તા. ૧૫ મી, ઓગસ્ટ ,૧૯૩૯-અમદાવાદ (દુખ સાથે નોંધવું પડે આ લખાણ ના એક વર્ષ કરતા ઓછા સમય માં શ્રી નવલરામ નું નિધન થયું.) 'શેષ વિવેચનો' નામનું તેમનું પુસ્તક ઘણા વર્ષો સુધી ગુજરાત યુનીવર્સીટી માં પાઠ્ય પુસ્તક તરીકે જાણીતું હતું.આ પુસ્તક ની પ્રસ્તાવના લખતા ખ્યાતનામ લેખક ધૂમકેતુ એ નવલરામ ની લખવાની શૈલી નું બારીક વિવરણ કર્યું છે .નવલરામ ના લખાણો માં હાસ્ય ,કટાક્ષ સાથે બોધ પણ જોવા મળે છે મહર્ષિ અરવિંદે કારકિર્દી ની શરૂઆત વડોદરા માં પ્રાધ્યાપક તરીકે કરી .દેશ સેવા ની પુકાર જયારે ચારે બાજુ થી પડી રહી હતી ત્યારે બાર વર્ષ પછી નોકરી છોડી આ યજ્ઞ માં કલકત્તા માં જોડાયા. કારાવાસ ની કહાણી નામના નવલરામના પુસ્તક માં મહર્ષિ અરવિંદે ભોગવેલા જેલ વાસ ના અનુભવો નું વર્ણન છેએ વખતે અંગ્રેજ સરકાર ને લાગતું કે અમુક માણસો અંગ્રેજ સરકાર ને પડકારી શકે તેમછે તો તેમની સામે ખોટા ખોટા કેસો કરતા. કોર્ટ માં જયારે આવાં કેસો ચાલતા ત્યારે તે સાચા સાબિત કરવા ,લાલચુ ,ગદ્દાર અને અંગ્રેજો ના વફાદાર ખાન્ધીયા અમુક ખાસ ભારતીય નાગરીકો ને સરકારી સાક્ષીઓ બનાવી ખોટી જુબાની ઓ નોંધાતી. ઘણી વારતો આવા સાક્ષીઓ એ ઘટનામાં આરોપી વ્યક્તિઓ ને કે ઘટના સ્થળ ને જીંદગી માં કદી જોયા જ નહોતા અને ઉલટતપાસ માં રમુજી કિસ્સા બનતા , મહર્ષિ અરવિંદે તેમની સામે બનેલા આવાં કિસ્સા ઓ નું વર્ણન કર્યું છે.બંગાળી ભાષા માં લખાયેલા આ બધા લખાણો ગુજરાત ની રાષ્ટ્ર પ્રેમી પ્રજા વાંચી શકે તે માટે શ્રી ઇન્દુલાલ યાજ્ઞીકે તેના ગુજરાતી માં તરજુમા નું કામ યુવાન સાહિત્યકાર નવલરામ ને સોપ્યું.આ એક નવતર પ્રયોગ ની ની પ્રસ્તાવના માં શ્રી કન્નયાલાલ મુનશી એ કરી છે. બુધિ પ્રકાશ નામનું એક ખ્યાતનામ અને બુદ્ધિશાળી વાંચકો માં ખુબજ લોકપ્રિય સામાયિક તે વખતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી નામની સંસ્થા બહાર પાડતી આ સામાયિક ખોટા વહેમો , અયોગ્ય રીતરીવાજો વગેરે ને ખુલ્લા પડી લોક જાગૃતિ નું વિશિષ્ઠ કામ કરતુ તેના ૧૫૦ વર્ષ ના ઇતિહાસ માં આવા અનેક વિચાર પ્રેરક લેખો તેમાં પ્રસિદ્ધ થયેલા આ બધા માંથી ઉત્તમ લાખનો ને પસંદ કરી પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવાની જવાબદારી નવલરામ ત્રિવેદી અને શ્રી અનંતરાય રાવળ ને સોંપવા માં આવી હતી જે વખતે મેટ્રિક ભણેલા ઘણું ભણ્યા છે તેવું કહેવાતું ત્યારે ૧૯૧૫ ના વર્ષ માં તેઓ એ એમ.એની ડીગ્રી મેળવી હતી દુર્ભાગ્યે ફક્ત એકાવન વર્ષ ની વયે વર્ષ ઓગણીસો ચુમ્માલીસ માં તેઓનું અચાનક મૃત્યુ થયું અને ભારત દેશે એક પનોતો પુત્ર ગુમાવ્યો.





